વૈશ્વિક આહાર કટોકટી રોકવા –

વિશ્વને ખવડાવતા કામદારોના હક અને આજીવિકાનું રક્ષણ

વિશ્વ ખોરાક દિવસ 2020

જૂન 2020 માં, સંયુક્ત રાષ્ટ્ર એ જાહેર કર્યું કે આપણે  છેલ્લા 50 વર્ષમાં હાલ સૌથી ખરાબ વૈશ્વિક ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છીએ.

દરેક દેશમાં COVID-19 રોગચાળાને કારણે ખોરાકના પુરવઠા ઉપર અસર થઈ છે. . લોકોની અવરજવર પર પ્રતિબંધ થવાથી ,  અને વિતરણમાં મુસીબત પડવાથી તેમ જ સરહદો બંધ થવાથી ખાદ્યપદાર્થોમાં ઘટાડો અને તેના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે શહેરોમાં ખાદ્યપદાર્થોના ભાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ રોગચાળો નબળા ગ્રામીણ વર્ગને વધારે ગરીબી અને પૈસાના દેવામાં ધકેલી રહ્યું  છે.

વાહન વ્યવહાર અને વિતરણમાં મુસીબત આવવાથી ખેતી અને પાકના વેચાણ- એમ બંને ઉપર અસર થઈ છે. શહેરોમાં ખોરાક અછત સર્જાય છે અને ખેતરોમાં ઉત્પાદનોમાં વધારો થાય છે. આ વધારાની કૃષિ પેદાશો મોટા પ્રમાણમાં ફેંકી દેવામાં આવે છે અથવા તો તેનો નાશ કરવામાં આવે છે જ્યારે બીજી તરફ લાખો લોકો ભૂખ્યા રહે છે. આ પ્રદેશમાં લાખો વેચનારાઓ અને ઘરેલું ખાદ્ય કામદારોએ તેમની રોજગારી ગુમાવી છે. મોસમી અને સીમાંત કામદારોને અવર-જવર પર પ્રતિબંધનો સામનો કરવો પડે છે. ખેતરો, ફાર્મ અને વાવેતરમાં મજૂરની અછત સર્જાય છે. કામદારોને તેમની આવકમાં તેમજ તેમની રોજગારીમાં નુકસાન થાય છે.

આ વધતી મહામારીમાં લોકડાઉન દરમિયાન વસ્તીને ખોરાક આપવાની જરૂરી કામગીરી કરનારા કામદારો જેવા કે- ખોરાક બનાવનારા, માંસ બનાવનારા અને ઠંડા-પીણા ઉત્પાદનના ઉદ્યોગોના કામદારોને ‘આવશ્યક ઉદ્યોગના કામદારો’ જાહેર કરવામાં આવ્યા. આ કામદારોની ઓળખ અને તેમના સમ્માનની ગણના ના કરવામાં આવી. તેમના યોગદાનનું મૂલ્યાંકન ઓછુ કરવામાં આવ્યું અથવા તેને અવગણવામાં આવ્યું. આ મહામારીના લીધે મોટા ભાગના કામદારોને કંપનીના નુકસાનને મર્યાદિત કરવા અને નામ પ્રતિષ્ઠાને સુરક્ષિત રાખવા કામેથી છુટા કરાયા, પરતું  રોગચાળાના ફેલાવાને રોકવા માટે અને કામદારોને સુરક્ષિત કરવા જરૂરી  પગલા લેવામાં આવ્યા નહી.

અસુરક્ષિત નોકરીઓએ કામદારોને વધુ જોખમમાં મુકાયા હતા, બહાર છૂટક કામ આપવાનું અને જુના કામદારોને ટૂંકાગાળાના ધોરણે ફરી થી કામ આપવાનું વધ્યું હતું. જેમ માસ ઉદ્યોગએ વિશ્વને બતાવ્યું કે ,’કામદારોની નબળાઈ નફાકારક છે, કામદારોની સલામતી નથી.’  ખોરાક અને ઠંડા-પીણાની ફેક્ટરીઓમાં વધારો થતા ઘણા દેશોની સરકારો અને માલિકોએ યુનિયનો પર હુમલો કર્યો અને સંઘના સભ્યો હોવા બદલ કામદારોને સજા કરવામાં આવી. યુનિયન સલામત કાર્યસ્થળના હક માટે લડે છે અને બીજી તરફ તેમના સભ્યો પુરા વિશ્વને ખવડાવી રહ્યા છે

આ વધતી કટોકટીના જવાબમાં, વૈશ્વિક કૃષિ-ખાદ્ય કોર્પોરેશન આંતરરાષ્ટ્રીય વેપારને ફરીથી સ્થાપિત કરવા અને તેમનો નફો પાછો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જે પદ્ધતિને ફરીથી બનાવા માગે છે તે નામાંકિત કંપનીઓ અને વસ્તુના ભાવો, ઓછી આવક અને ગ્રામીણ ગરીબી, વધુ ઉત્પાદકતા અને ઝેરી જંતુનાશકો, ઓદ્યોગિક કૃષિ અને પર્યાવરણીય વિનાશ પ્રોત્સાહન આપે છે. તે એક પદ્ધતિ છે જે દર વર્ષે જંતુનાશક ઝેરના લીધે ત્રણ કરોડ કેસનું કારણ બને છે, પરિણામે 250,000 થી વધુ લોકો મૃત્યુ પામે છે. એક પદ્ધતિ જેમાં 820 કરોડ લોકો રોગચાળો પહેલાં પણ ભૂખમરામાં જીવતા હતા, જેને ” લાંબા સમયતથી થતી ખોરાકની અસુરક્ષા” કહેવામાં આવે છે. ખોરાકની અસલામતીનો ભોગ બનેલા લોકોમાં કૃષિ કામદારો, સીમાંત ખેડુતો અને તેમના વર્ગો નો સમાવેશ થાય છે. આ લોકો વિશ્વને ખવડાવે છે, પરંતુ પોતાને ખવડાવવામાં અસમર્થ છે.

આ મહામારી પહેલાં વિશ્વની ખાદ્ય પદ્ધતિ કટોકટીમાં હતી. તે એક એવી પદ્ધતિ છે જેમાં સૌથી મોટી ચાની કંપની વિશ્વને સૌથી ઉત્તમ ચા આપવાનું વચન આપી શકે છે, પરંતુ ચાનું વાવેતર કરતા કામદારોને પાણી અને સ્વચ્છતા જેવા મૂળભૂત માનવ અધિકાર આપી શકતી નથી. એક પદ્ધતિ કે જેમાં સુપરમાર્કેટ્સ ઓછી કિમંત માં કેળાની અડધાથી વધુ કિમંત વસુલ કરી લે છે જયારે કેળાના વાવેતર કરતા કામદારો ને જંતુનાશકો ઝેરનો ભોગ બનવો પડે છે અને યુનિયન બનવા બદલ તેમને સજા કરવામાં આવે છે. એક પદ્ધતિ છે કે જેમાં વિશ્વના દરિયાઈ ખાદ્યનો પુરવઠો મોટા પ્રમાણમાં ફિશિંગ અને માર્ગ માં આવતા કોઈપણ દરિયાઈ જીવ પર આધારિત છે, જ્યારે આ કામદારો માછીમારી  જહાજો અને દરિયાઈ ખાદ્ય પ્રોસેસિંગ ફેક્ટરીઓ જેવા અસુરક્ષિત કામ ના સ્થળ પર કામ કરે છે.

વિશ્વની ખાદ્ય પદ્ધતિ એ એવી પદ્ધતિ છે જે ગ્રામીણ ગરીબીથી લઈને ખેતર, ફાર્મ અને વાવેતર કરતા 98 કરોડ બાળકોનું શોષણ કરે છે, જ્યારે નંગદીઠ વેતન પદ્ધતિ પૂરતી કમાણી કરવા માટે માતાપિતાની સાથે બાળકોને પણ કામ કરવાની ફરજ પાડે છે. એ પિતૃસત્તા અને મહિલાઓની સંસ્થાકીય નબળાઈ પર બાંધેલી એક પદ્ધતિ, જેમાં જાતીય પરેશાની અને હિંસા ખુબ પ્રચલિત છે, તેને અપમાનજનક ગુના કરતી ‘સંસ્કૃતિ’ કહેવામાં આવે છે પરિશ્રમ કરતી મહિલાઓ પ્રત્યે ભેદભાવ કરતી પદ્ધતિ.  મહામારી  પહેલા સ્પષ્ટપણે તૂટી ગયેલી એક પદ્ધતિ. આ એવી પદ્ધતિ છે કે જેને સુધારવાની જરૂર નથી. તેને બદલવાની જરૂર છે.

નીતિ બનાવવા માટેની સલાહ, સરકારની નવી યોજનાઓ તેમજ રસીકરણના વચનો દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ (યુએનપી) એ એપ્રિલ 2020 માં એક અહેવાલ રજૂ કર્યો, જેમાં ખુલાસો થયો કે આ મહામારી આપણા દ્વારા થઈ હતી. અને આપણે જે રીતે ખેતી કરીએ છીએ અને વિશ્વને ખવડાવીએ છીએ તે પદ્ધતિમાં ફેરફાર નહીં કરીએ તો આપણે ભવિષ્યમાં આવી મહામારી વધુ ફેલાવીશું..

યુએનપી અહેવાલમાં રોગોના ઉદભવ અને ફેલાવાને લગતી માનવ ક્રિયાઓ વિશે સમજાવ્યું છે જેમ કે કોરોનાવાયરસ એ કોવીડ -19 મહામારીનું કારણ બને છે. આ “રોગ ઉદભવનારા” પરિબળો માં વાતાવરણ પરિવર્તન, પર્યાવરણીય વિનાશ, ઓદ્યોગિકીકૃત કૃષિ, પ્રાણી પ્રોટીનની માંગ અને આપણા ખોરાક પુરવઠા નો સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, વિશ્વ ખાદ્ય પ્રણાલીએ આ રોગચાળો ફેલાવવામાં મદદ કરી. તે એક રોગના  ઉદભવનું કારણ  છે.

હવે પછી આવનારી મહામારીને રોકવા અને વૈશ્વિક ખોરાકની કટોકટીને રોકવા માટે, આપણે ફરીથી આવી વિશ્વ ખાદ્ય પ્રણાલીનું નિર્માણ ન કરવું જોઈએ, પરંતુ પર્યાવરણીય અને સામાજિક રીતે ટકાઉ ખોરાક પ્રણાલી બનાવવાની જરૂર છે.

વ્યાપક પ્રમાણમાં હિંસા અને નબળાઈ નો સામનો કરતી મહિલાઓ ના આ પ્રશ્નો દૂર કરવા માટે આપણને  ટકાઉ, ન્યાયી અને સ્થિતિસ્થાપક પદ્ધતિની જરૂર છે

આપણને ખોરાક અને પોષણના સાર્વત્રિક અધિકારથી શરુ થતી, સામાજિક સુરક્ષા અને વ્યાપક અધિકારો પર આધારિત ટકાઉ ખોરાક પ્રણાલીની જરૂર છે.

આપણને એવી ખોરાક પ્રણાલીની જરૂર છે કે જે કુદરતી પર્યાવરણ અને આબોહવા કે જેમાં આપણે જીવીએ છીએ તેને ટકાવી રાખે.

આપણે આ દ્વારા આહાર અને પીણાના કામદારોના અધિકાર માટે આદર રાખવો જ જોઇએ:

  • કામ પર રોજગારીની સુરક્ષા કરવી.
  • કામ પર સલામતીની ખાતરી.
  • કામ પર લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવું.
  • કામ પર સામૂહિક સોદાબાજીને માન આપવું.
  • કામ પર પૂરતું વેતન ચૂકવવું.

વૈશ્વિક ખાદ્ય સંકટને રોકવા માટે,

  • આપણે ખેતરો, ફાર્મ અને વાવેતરમાં બાળ મજૂરીનો અંત લાવવો જોઇએ.
  • આપણે ખેતરો, ફાર્મ અને વાવેતરમાં દબાણ આપતી મજૂરીનો અંત લાવવો જોઇએ.
  • આપણે ખેતરો, ફાર્મ અને વાવેતરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાને સમાપ્ત કરવી જોઈએ.
  • આપણે ખેતરો, ફાર્મ અને વાવેતરમાં હાનિકારક જંતુનાશક દવાઓના વપરાશને સમાપ્ત કરવા જોઈએ.
  • આપણે ખેતરો, ફાર્મ અને વાવેતરમાં પર્યાવરણીય વિનાશનો અંત લાવવો જોઇએ.

વૈશ્વિક ખાદ્ય સંકટને રોકવા માટે,

  • ખેતરો, ફાર્મ અને વાવેતરના કામદારો પાસે ખોરાક અને પોષણનો અધિકાર હોવો જોઈએ.
  • ખેતરો, ફાર્મ અને વાવેતરના કામદારોને જમીન અને રહેઠાણનો અધિકાર હોવો જોઈએ.
  • ખેતરો, ફાર્મ અને વાવેતરના કામદારોને વ્યાજબી વેતનનો અધિકાર હોવો જોઈએ..
  • ખેતરો, ફાર્મ અને વાવેતરના કામદારોને યુનિયનમાં જોડાવાનો અધિકાર હોવો જોઈએ.

વૈશ્વિક ખાદ્ય સંકટને રોકવા માટે,

  • મત્સ્યઉદ્યોગ કામદારોને યુનિયનમાં જોડાવાનો અધિકાર હોવો જોઈએ.
  • મત્સ્યઉદ્યોગ કામદારોને સામાજિક સંરક્ષણનો અધિકાર હોવો જોઈએ.
  • માછીમારી કરનારાઓને સલામત કાર્ય કરવાનો અધિકાર હોવો જોઈએ.
  • મત્સ્યઉદ્યોગ કામદારોને રોજગારી માટેનો અધિકાર હોવો જોઈએ..

વૈશ્વિક ખાદ્ય સંકટને રોકવા માટે,

  • સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોને સામાજિક સંરક્ષણની જરૂર છે.
  • સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોને રોજગારના સંરક્ષણની જરૂર છે.
  • સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોને પર્યાવરણીય સંરક્ષણની જરૂર છે.
  • સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોને આબોહવા માટે પગલા લેવાની જરૂર છે.

વૈશ્વિક ખાદ્ય સંકટને રોકવા માટે, આપણે જોઈએ તેવા હક આધારિત વિશ્વ ખાદ્ય પ્રણાલી બનાવવા માટે સામૂહિક પગલાં લેવા જોઈએ.

%d